Get The App

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો

ફાયરબ્રિગેડે કાચ તોડીને બાળકને હેમખેમ બચાવી લીધો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કારની ચાવી અંદર  રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો 1 - image

વડોદરા,અલકાપુરીમાં કારમાં અઢી વર્ષનો બાળક  ફસાઇ જતા ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયરબ્રિગેડે આવીને  બાળકને  હેમખેમ બહાર કાઢ્યો હતો.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજ ેસયાજીગંજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,  અલકાપુરી કાન્હા કેપિટલ નજીક એક કારમાં બાળક ફસાઇ ગયો છે. બાળકના પિતા બાળકને કારમાં મૂકી કામ માટે ગયા હતા. કારની ચાવી અંદર જ રહી ગઇ હતી અને કાર લોક થઇ ગઇ હતી. જે અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ કાચ તોડી બાળકને બચાવી લીધો હતો. બનાવના પગલે લોકો ટોળે વળ્યા હતા.