Get The App

આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર 1 - image


Accident: આણંદ-વાસદ-તારાપુર સિક્સ લેન હાઇવે પર રવિવારે (12 ઓક્ટોબર) ત્રણ વાહનોની ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણ બ્રિજ પાસે થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત બાદ અન્ય બે વાહનોના ડ્રાઇવરો વાહન મૂકીને ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ-બગોદરા હાઈવે પર 'સ્વચ્છતા અભિયાન'ના લીરેલીરા, કેમિકલ વેસ્ટના ગેરકાયદે ડમ્પિંગથી આરોગ્ય જોખમમાં

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, બોચાસણ બ્રિજ ઉપર બે આઇસર ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં કન્ટેનર ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે, મૃતક ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો અને હાલ તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જોકે, અકસ્માત બાદ બંને ટેમ્પો ચાલકો પોતાના વાહન જ્યાંના ત્યાં મૂકીને ફરાર થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ફરાર આઇસર ચાલકોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી શરૂ કરી છે.


Tags :