કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Liquor Smuggling : વડોદરાની કપૂરાઈ પોલીસે બાતમીના આધારે શેત્રુંજય એક્સપ્રેસ એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ મુસાફરી કરતા સગીર સહિત ત્રણ જણાને ઝડપી લીધા હતા.
પોલીસએ કપૂરાઈ ચોકડી પાસે વોચ ગોઠવી કવાટ-છોટાઉદેપુર-ગારીયાધાર રૂટની બસ રોકી તપાસ કરતાં 11 થેલામાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બસમાં 15 વર્ષના બાળક સાથે ગુમાન કાળુ ધાણંક (રહે–હરપલપુરા, છોટાઉદેપુર) અને સિકંદર ઉદેસિંગ ધાણંક (રહે–નાનીસઢલી, છોટાઉદેપુર) દારૂના જથ્થા સાથે બેઠા હતા. તપાસ દરમિયાન કુલ રૂ.71,904 કિંમતના દારૂ–બિયરના 504 નંગ ટીન અને બોટલ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને લેનાર બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.








