For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાવાઝોડાને પગલે સુરતમાં જોખમરૂપ 201 વૃક્ષોનું ટ્રિમિંગ, 17 અને 18 મેના રોજ વેક્સિનેશન બંધ રહેશે

- રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા સાથે ગાંધી બાગ ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો

- સુરતમાં વાવાઝોડા ની અસર થાય તેમ હોવાથી આગોતરા આયોજનના ભાગરૂપે વેક્સિનેશન કામગીરી બંધ

Updated: May 16th, 2021


વાવાઝોડાને પગલે સુરતમાં જોખમરૂપ 201 વૃક્ષોનું ટ્રિમિંગ, 17 અને 18 મેના રોજ વેક્સિનેશન બંધ રહેશે

સુરત, તા. 16 મે 2021, રવિવાર

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેની આગોતરી તૈયારીના ભાગરુપે સુરત પાલિકાએ વૃક્ષ ટ્રીમિંગની કામગીરી શરૂ કરી છે. પાલિકાએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જોખમી ગણાય એવા 201 વૃક્ષોનું ટ્રિમિંગ કર્યું છે. સુરતમાં વાવાઝોડાના જોખમને પગલે મહાનગરપાલિકાના ફાયર વિભાગે ટીમ તહેનાત કરી દીધી છે. તો બીજી તરફ શહેરમાં જોખમી ગણાતા વૃક્ષોનું ટ્રિમિંગની કામગીરી ગાર્ડન વિભાગે શરૂ કરી છે.


Article Content Image

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૧ જેટલા વૃક્ષો વાવાઝોડા સમયે જોખમી હોવાનું પાલિકા તંત્રે શોધી કાઢ્યું છે. પાલિકા તંત્રે ગઈકાલે રાતથી રાઉન્ડ રોક કામગીરી કરીને શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ૧૧૫ વૃક્ષોનું ટ્રિમિંગ કર્યુ હતું અને આજે સવાર સુધીમાં વધુ 86 વૃક્ષોનું ટ્રિમિંગ કરી દીધું છે.

સુરતને વાવાઝોડાની અસરથી બચાવવા મહાનગર પાલિકા તંત્ર કામે લાગ્યું છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર સુરતને થાય તેમ હોવાથી 17 અને 18 મેના રોજ સુરત ના તમામ વેક્સીનેશન સેન્ટર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

વાવાઝોડું સુરત અને અસર કરે તેમ હોવાથી મહાનગરપાલિકાએ 17 અને 18 મેના રોજ વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બે દિવસ વેક્સિનેશન ની કામગીરી બંધ રહેશે તે માટે મહાનગરપાલિકા કમિશનર નિધિ પાનીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. હાલમાં કોઈની કામગીરી સાથે સાથે પાલિકાનો સ્ટાફ વાવાઝોડાની આફત સામે લડવા જોડાઈ ગયો છે. વેક્સિનેશનની કામગીરી ચાલી હોય અને તે દરમિયાન વાવાઝોડાની અસર થાય તો મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે તેના કારણે બે દિવસ વેક્સિનેશન ની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


Gujarat