Get The App

અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, વીડિયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, વીડિયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ 1 - image


Ahmedabad News : અમદાવાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક ઈમારતના 14મા માળેથી યુવતીએ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.  તેને હાર્દિક રબારી અને મોહિત નામના બે યુવકોએ ન્યૂડ વીડિયો બનાવીને હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. 

શું હતી ઘટના? 

ચાંદખેડા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ 14માં માળેથી કૂદીની જીવન ટૂંકાવ્યું છે. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાઈરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના મિત્રએ બે યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ફરિયાદ દાખલ કરાવી છે. 

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

અશ્લિલ વીડિયો કર્યો વાઈરલ

મળતી માહિતી મુજબ. મૃતક યુવતી લાંબા સમય સુધી મોહિત ઉર્ફે મિત્રજ મકવાણા સાથે રિલેશનશિપમાં હતી. શરૂઆતમાં બંનેના અંગત પળનો વીડિયો મોહિતના ફોનમાં ઉતારવામાં આવ્યો અને બાદમાં હાર્દિક રબારી નામના વ્યક્તિએ આ વીડિયો તેના ફોનમાંથી લીધો હતો. 2 જુલાઈની સાંજે મૃતક યુવતીએ પોતાની મહિલા મિત્ર કાજલબહેનને આ વિશે ફોન કરીને જાણ કરી અને કહ્યું કે, મેં મારા વાંધાજનક વીડિયો હાર્દિકના ફોનમાં જોયા છે. ત્યારબાદ મૃતક યુવતી તેની મિત્ર કાજલ બહેન અને કાજલબહેનના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ જઈને હાર્દિકને મળવા ગયા હતા. અહીં હાર્દિકે મૃતક યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો અને ત્યારબાદ મોહિતને મળ્યા અને મોહિતને પણ વીડિયો ડિલીટ કરવાની માંગ કરી. જોકે, મોહિતે શરૂઆતમાં તેનો ઈનકાર કર્યો, ત્યારબાદ મૃતક મહિલાએ પોલીસને ફોન કર્યો અને સમગ્ર ઘટના વિશે જાણ કરી. 

અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, વીડિયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ 2 - image

14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. જોકે, બીજા દિવસે પણ યુવતીનો આ વીડિયો વિશે ચિંતા વ્યક્ત કરી રહી હતી. 3 જુલાઈએ તેણે પોતાની મહિલા મિત્રને જાણ કરી કે, તે પોતાના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જાય છે અને પરત નહીં ફરે. જોકે, બીજા દિવસે વહેલી સવારે યુવતીએ જયરાજના ઘરે 14માં માળેથી નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું. 

અમદાવાદમાં 14મા માળેથી કૂદીને યુવતીનો આપઘાત, વીડિયો બનાવીને પ્રેમી જ કરતો હતો બ્લેકમેલ 3 - image

આ પણ વાંચોઃ લુણાવાડા નગરપાલિકા પર કોંગ્રેસનો હલ્લાબોલ, ભાજપ કોર્પોરેટરોએ લગાવ્યા જય શ્રી રામના નારા

ત્યારબાદ મૃતક મહિલાની મિત્રએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી કે, તેના બોયફ્રેન્ડ મોહિત અને તેનો મિત્ર હાર્દિકે આ અશ્લિલ વીડિયો વાઈરલ કરીને તેને આત્મહત્યા કરવા તરફ ધકેલી છે. 

પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ બંને આરોપી સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :