Get The App

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 1 - image


Rain Forecast In Gujarat: ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. 

ક્યાં ક્યાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું હતું.

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર ઍલર્ટ

છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આઠમીથી 10મી જુલાઈની આગાહી

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઇંચ, વલસાડમાં 3.23 ઇંચ, વાપીમાં 3.15 ઇંચ, વાવ તાલુકામાં 3.0 ઇંચ અને કલ્યાણપુરમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. 

Tags :