For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જેઇઇ મેઇન્સમાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓને રેન્ક : મોટી સંખ્યામાં 99.99 પર્સન્ટાઇલ

Updated: Apr 25th, 2024

જેઇઇ મેઇન્સમાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓને રેન્ક : મોટી સંખ્યામાં 99.99 પર્સન્ટાઇલ

- મનવી મહેતાએ ઓલ ઇન્ડિયા 67 મો રેન્ક, પુલ્કીત બિયાની 183 મો અને ઓઇશિ નંદી 184 મો રેન્ક મેળવ્યો

- ગુજરાતી માધ્યમમાં આર્જવ દેસાઇ 99.99 પર્સન્ટાઇલ સાથે ગુજરાત ટોપરનો દાવો

    સુરત

જેઇઇ મેઇન્સના જાહેર થયેલા પરિણામમાં સુરતની વિદ્યાર્થીની મનવી મહેતા ઓલ ઇન્ડિયા લેવલે ૬૭ મો રેન્ક હાંસિલ કરીને સુરતનુ નામ દેશભરમાં ચમકાવ્યુ હતુ. તો અન્ય બે વિદ્યાર્થીઓ પણ રેન્ક હાંસિલ કર્યો છે. સુરત શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક હાંસિલ કર્યો છે. તો ગુજરાતી માધ્યમમાં સુરતનો વિદ્યાર્થી આર્જવ દેસાઇ સમ્રગ ગુજરાતમાં ટોપર બન્યો હોવાનો દાવો થયો હતો.

દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા જાન્યુઆરીમાં જેઇઇ મેઇન્સની બીજી અને છેલ્લી પરીક્ષા લીધી હતી. જેનું ગત મોડીરાત્રે પરિણામ જાહેર થતા સુરત શહેર અને જિલ્લાની અનેક સ્કુલોના વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે મેદાન મારી ગયા છે. આ વિદ્યાર્થીઓમાં મનવી મહેતા ઓલ ઇન્ડિયા લેવલે ૬૭ મો, પુલ્કીત બીયાની ઓલ ઇન્ડિયા ૧૮૩ રેન્ક અને ઓઇશિ નંદી ઓલ ઇન્ડિયા ૧૮૪ રેન્ક મેળવીને આ ત્રણ વિદ્યાર્થીઓ દેશભરમાં સુરતનું ગૌરવ વર્ધાયુ હતુ. આ વિદ્યાર્થીઓમાંથી મનવી કેમેસ્ટ્રી અને મેથ્સમાં ૧૦૦ પર્સન્ટાઇલ સ્કોર મેળવ્યો છે. પુલ્કીતે  અને ઓઇશિએ કેમેસ્ટ્રીમાં ૧૦૦ પર્સન્ટાઇલ મેળવ્યા છે. તો ગુજરાતી માધ્યમમાં વરાછાની પી.પી. સવાણી સ્કુલમાં ગુજરાતી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી આર્જવ દેસાઇ ૯૯.૯૯ પર્સન્ટાઇલ મેળવીને સમ્રગ ગુજરાતમાં ગુજરાતી માધ્યમ સ્કુલમાં ટોપર બન્યો હોવાનો દાવો કર્યો છે. આ  સ્કુલમાં ૯૯ પી.આર થી વધુ ૨૯ વિદ્યાર્થીઓ, ૯ પીઆરથી વધુ ૧૩૨ વિદ્યાર્થીઓ આવ્યા છે.

 સુરતની અન્ય સ્કુલો પૈકી આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના આઠ વિદ્યાર્થીઓ વિષય પ્રમાણે ૧૦૦ પી.આર મેળવ્યા છે. આ સ્કુલના ૬૦ વિદ્યાર્થીઓ ૯૮ પીઆર કે તેથી વધુ પર્સન્ટાઇલ લાવ્યા છે. વશિષ્ઠ વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ૧૦૦૦ રેન્કની અંદર આવ્યા છે. જેમાં સાત વિદ્યાર્થીઓ ૯૯ થી વધુ પી.આર, ૧૭ વિદ્યાર્થીઓ ૯૮ પી.આરથી વધુ અને ૩૨ વિદ્યાર્થીઓ ૯૭ પી.આરથી વધુ મેળવ્યા છે. કૌશલ વિદ્યાલયના ૧૫ વિદ્યાર્થીઓ ૯૯ + પી.આર, મૌની ઇન્ટરનેશનલ સ્કુલના ૩૯ વિદ્યાર્થીઓ ૯૦ થી વધુ પી.આર હાંસિલ કર્યો છે. તો  ંસંસ્કારદીપ વિદ્યા સંકુલના ૧૫ વિદ્યાર્થીઓ ૯૦ થી વધુ પર્સન્ટાઇલ રેન્ક લાવ્યા છે. જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલના ૩૪ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ માટે કવોલીફાઇડ થયા છે. યોગી પ્રવૃતિ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ ૯૯ + પી.આર મેળવ્યા છે. લોકમાન્ય વિદ્યાલયના ૧૫ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ માટે કવોલીફાઇડ થયા હતા. જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાઓ પૂર્ણ થતા આગામી દિવસોમાં સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સની પરીક્ષાઓ આપનાર છે.


Gujarat