Gujarat

લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા

By GS TEAM
17 Oct 20251 min read
લહેરીપુરા માંડવી રોડ પર   ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા

વડોદરા,પોલીસે ટોઇંગ કરેલા વાહનો પોલીસ સાથે તકરાર કરી ક્રેનમાંથી નીચે ઉતારી લઇ જનાર ત્રણ વાહન ચાલકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

લહેરીપુરા ગેટ  પાસે નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરવામાં આવતા વાહન માલિકોએ  ટ્રાફિક કોન્સ્ટેબલ ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે લહેરીપુરા ગેટથી માંડવી તરફ ટોઇંગ વાન લઇને આઉટ સોર્સના માણસો સાથે જતા હતા.લહેરીપુરા ગેટ પાસે નો પાર્કિંગ ઝોનમાં બે થી ત્રણ  વાહનો પાર્ક કરેલા હતા. તેના  ફોટા પાડી આઉટ સોર્સના સ્ટાફે તે વાહનો ટોઇંગ કરીને ક્રેનમાં મૂક્યા હતા. ક્રેન થોડી આગળ જતા વાહન માલિકો આવી ગયા હતા. તેઓ ક્રેન પર ચઢીને જબરજસ્તીથી વાહનો  નીચે ઉતારવા લાગ્યા હતા. જેથી, પોલીસ સ્ટાફે ક્રેન ઉભી રાખી તેઓને સમજાવી વાહનો ભૂંતડીઝાંપા ખાતે દંડ ભરીને લઇ જવા કહ્યું હતું. પરંતુ, તેઓએ પોલીસ સ્ટાફ સાથે તકરાર કરી ગાળો બોલી પોતાના વાહનો લઇને જતા રહ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો  પણ ઉતારી લીધો હતો. સિટિ પોલીસે ત્રણેય વાહનોના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.