'તુજે તો આજ મેં દેખ લુંગા, મેને તેરે લિયે બંદૂક લી હૈ', વાઘોડિયામાં સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી

Vadodara News: વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલી સ્કૂલના પ્રિન્સિપાલના વોડર્ન સાથે આડા સંબંધો છે તેઓ વહેમ રાખી વોર્ડનના પતિએ પ્રિન્સિપાલને ધમકી આપી હતી.
જાણો શું છે મામલો
વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સચિન રામઅવતાર ત્યાગીએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મનોહર અર્જુનરાવ શર્મા સામે નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 'હું છેલ્લા એક વર્ષથી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું તેમજ સ્કૂલના ક્વાર્ટર્સમાં જ પત્ની સાથે રહું છું. શાળામાં વોર્ડન તરીકે કવિતા મનોહર શર્મા તેમના પતિ સાથે શાળાના કેમ્પસમાં રહેતા હતા. પરંતુ છેલ્લા આઠ માસથી પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોવાથી તેની શાળાના બાળકો ઉપર અસર થતી હોવાથી કવિતાના પતિને કેમ્પસમાં રહેવા પર પ્રતિબંધ લગાવી શાળામાંથી બહાર કાઢી મુકેલ છે.
આ પણ વાંચો: રાજકોટમાં સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ, આરોપી યુવકે આઘાતમાં ગળે ફાંસો ખાધો
ફરિયાદમાં જણાવ્યું છે કે, 'જેના કારણે મનોહર મારી સાથે તેની પત્ની આડો સંબંધ રાખે છે તેવો વહેમ રાખીને હું ક્વાર્ટર્સમાંથી ઓફિસે જતો હતો ત્યારે સ્કૂલના શાળાના મુખ્ય ગેટ પાસે તે બૂમાબૂમ કરતો હતો. પરંતુ સમય થતાં હું ઓફિસે જતો રહ્યો હતો. ત્યારબાદ બપોરે મનોહર નશો કરેલી હાલતમાં ગેટ પાસે આવી બોલાચાલી કરતો હતો જેથી તેની પત્ની કવિતાએ પોલીસમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી હતી. ત્યારબાદ બપોરે મને ફોન કરી તુજે તો મેં આજ ખતમ કર દુંગા મેને તેરે લિયે બંદૂક લી હૈ આજ તો તું ગયા કહી અપ શબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું.'

