For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં પાંચ દિવસ કેટલાક સ્થળે વાદળો છવાશે, વરસાદની સંભાવના નહિવત

Updated: Nov 23rd, 2021

Article Content Image

 

- લો પ્રેશર સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં ઘટી રહી છેઃ ઠંડી લાવતા ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાશે

   સુરત

દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમની અસર ધીરેધીરે ઘટી રહી છે.પરંતુ આગામી દિવસોમાં કેટલાક સ્થળોએ આકાશ આંશિક અંશે વાદળછાયુ રહેશે. પરંતુ વરસાદની સંભાવના નહીં હોવાની આગાહી થઇ છે.

હવામાન કચેરીના પ્રવકતના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૩.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા, હવાનું દબાણ ૧૦૦૯.૩ મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના ૪ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.દરમ્યાન આજે બપોર પછી આકાશ વાદળોથી ધેરાવાની સાથે વરસાદ આવે તેવુ હવામાન રચાયુ હતુ. આ હવામાન લઇને હવામાનવિદ્દ જણાવે છે કે ધીરે ધીરે લો પ્રેશરની સિસ્ટમ ઓસરી રહી છે. આ સિસ્ટમના કારણે આગામી ૨૪ થી ૨૮ નવેમ્બરના પાંચ દિવસમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખુ રહેવાની સંભાવના છે. માત્ર ૨૫ થી ૨૭ તારીખ દરમ્યાન છુટી-છવાઇ જગ્યા પર આકાશ આંશિક અંશે વાદળછાયુ રહેવાની શકયતા છે. પરંતુ વરસાદની આગાહી નથી.

આગામી દિવસો દરમ્યાન રાત્રીના તાપમાનમાં ગત દિવસોની સરખામણીમાં ઘટાડો થશે. જયારે દિવસ દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. હવામાં ભેજના પ્રમાણમાં મહત્વપૂર્ણ ઘટાડાની સંભાવના છે. આ ઉપરાંત ઠંડી લાવતા ઉતર-પૂર્વીય પવન ફુંકાશે. અને પવનની ઝડપમાં કોઇ પણ મહત્વપૂર્ણ ફેરફાર નથી. 

Gujarat