Gujarat

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં

By GS TEAM
29 Oct 20252 mins read
વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં

બુધવાર તા.29 કોર્પોરેશનની ચૂંટણી માટે ૧૯ વોર્ડ દીઢ બેઠકોની ફાળવણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે, તેમાં સામાન્ય વર્ગની વોર્ડ દીઠ ચારેય બેઠકો હોય તેવો એક પણ વોર્ડ નથી.

વર્ષ ૨૦૨૦માં કોર્પોરેશનની ચૂંટણી માટે જ્યારે બેઠકોની ફાળવણી માટેનું જાહેરનામું જારી કરાયું હતું ત્યારે (ચૂંટણી ફેબુ્રઆરી, ૨૦૨૧માં યોજાઈ હતી) વોર્ડ નં.૧, નં.૭, નં.૧૨, નં.૧૩, નં.૧૪ અને નં.૧૭માં તમામ બેઠકો સામાન્ય વર્ગની હતી. આ વખતે વોર્ડ ૧ માં બે બેઠક પછાત વર્ગ, અનુસૂચિત આદિજાતિ, વોર્ડ ૭ માં એક બેઠક પછાત વર્ગ, વોર્ડ ૧૨ માં બે બેઠક અનુસૂચિત આદિજાતિ અને અનુસૂચિત જાતિ, વોર્ડ ૧૩માં બે બેઠક અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ, વોર્ડ ૧૪માં બે બેઠક પછાતવર્ગ અને વોર્ડ ૧૭માં બે બેઠક અનુસૂચિત જાતિ અને પછાતવર્ગ માટે અનામત છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૦માં વોર્ડ નં.૨, ૩, ૪, ૫, ૮, ૧૧, ૧૫, ૧૬, ૧૮ અને ૧૯ એટલે કે ૧૦ વોર્ડમાં ત્રણત્રણ બેઠક સામાન્ય વર્ગ માટે હતી. જ્યારે આ ચૂંટણીમાં વોર્ડ નં.૪, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧૫, ૧૬ અને ૧૯ માં સામાન્ય વર્ગને ત્રણ - ત્રણ બેઠક મળી છે. આ વખતની ચૂંટણીમાં વોર્ડ ૧ માં પ્રથમ બેઠક (મહિલા અનામત) પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુસૂચિત આદિજાતિ માટે છે. ગત ચૂંટણીમાં આ વોર્ડની ચારેય બેઠક સામાન્ય વર્ગ માટે હતી.

વોર્ડ ૧ અને વોર્ડ નં.૩ અનુક્રમે છાણી, સમા, હરણી, કારેલીબાગ વિસ્તાર ગણાય છે, ત્યાં વર્ષ ૨૦૨૦માં આઠમાંથી એક બેઠક જ પછાતવર્ગ માટે હતી, બાકીની બેઠકો સામાન્ય વર્ગની હતી, ત્યાં આ વખતે બે બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખી છે. એટલે કે આ બંને વોર્ડમાંથી એક એક ઉમેદવાર આદિવાસી હશે. આ વખતના જાહેરનામામાં આદિજાતિ માટે ત્રણ બેઠક અનામત રાખી છે. આદિજાતિ માટે ત્રીજી બેઠક (મહિલા માટે) વોર્ડ નં.૧૨માં અનામત રાખી છે.