Get The App

પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી 1 - image

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ઘરમાં રાખેલા રોકડા અને ઘરેણાં મળી કુલ રૂ.૭૩,૭૦૦ની ચોરી થઈ

ભાવનગર: પાલિતાણાના બહારપરા વિસ્તારમાં આવેલા રહેણાંકી મકાનમાંથી રોકડ અને સોનાના ઘરેણાંની ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ અજાણ્યા શખ્સો સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિતાણાના બહારપરા વિસ્તારમાં રહેતા મધુબેન રસીકભાઈ નાવડીયાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈ દેવદિવાળીથી ગત તા.૦૪-૧૨-૨૦૨૫ના સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઈસમો દ્વારા તેમના ઘરે કબાટમાં અને સુટકેસમાં રાખેલા સોનાના ઘરેણાં અને રોડક મળી કુલ રૂ.૭૩,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.