Gujarat

ઊંઝાથી રૃ.33 લાખના જીરાનો જથ્થો ભરી ટ્રક ચાલક ફરાર થયો

By GS Team
22 Jul 20201 min read
This article was originally published on 22 Jul 2020
ઊંઝાથી રૃ.33 લાખના જીરાનો જથ્થો ભરી ટ્રક ચાલક ફરાર થયો

ઊંઝા તા. 21  જુલાઇ 2020, મંગળવાર

ઊંઝાથી હીલી બોર્ડર(પશ્ચિમ બંગાળ) ખાતે રૃ.૩૩.૮૧ લાખનો ૮૩૪ બોરી માલ ભરેલી ટ્રક લઈ રવાના થયેલ ડ્રાઇવરે અડધે જઇ ડિઝલ તથા ટાયરના ખર્ચા પેટે ૮૫૦૦૦ રૃપિયા તાબડતોડ મંગાવી છેવટે તમામ માલ વેચી મારી ખાલીટ્રક અજમેર છોડી ફરાર થતાં ઊંઝાના વેપારીને ધોળે દહાડે ચુનો લગાડયાની છેતરપીડીની ફરિયાદ દાખલ થઇ છે.

ઊંઝા વેપારી પેઢી મેસર્સ ભાઇલાલ ત્રિકમલાલ એન્ડ કંપનીનો બીટી ડાયમંડ માર્કાની રૃ.૩૩૮૧૦૭૭નો ૮૩૪ બોરી જીરાનો માલ સિંગલ એક્ષપેસ ટ્રાન્સપોર્ટ મારફતે ઊંઝાથી હીલી બોર્ડર(પશ્ચિમ બંગાળ)ખાતે એકાદ મહિલા અગાઉ ટ્રક મારફતે રવાના કરેલ હતો. ટ્રક ડ્રાઇવર રામલીગ અમથારામ વિશ્નોઇ રહે.બાવરલા, જિ.જોધપુર અડધે જયપુર પહોંચી ડીઝલ તથા ટાયર બદલવા પેટે રૃ.૮૫૦૦૦ની માગણી કરી તાબડતોડ નાણાં મંગાવ્યા હતા. જે નાણાં ઊંઝાની ટ્રાન્સપોર્ટ તરફથી મોકલી આપવામાં આવ્યા હતા. તેમ છતાં સમયસર માલ જેતે સ્થળે નહિ પહોંચતા દાળમાં કંઇક કાળુ હોવાની તથા વેપારી પેઢી તરફથી પુછપરછ શરૃ થતાં તપાસ કરતા માલવગરની ખાલી ટ્રક અજમેર બાયપાસ રોડ ઉપર એક હોટલ આગળથી મળી આવી હતી. અને ટ્રકમાં ભરેલ જીરાનો તમામ માલ બારોબાર વેચાણ કરી ડ્રાઇવરે મોબાઇલ સ્વીચ ઓફ કરી ફરાર થઇ ગયાની ફરિયાદ સ્થાનિક ટ્રાન્સપોર્ટ બ્રાન્ચમાં કામ કરવા સતીષ કુમાર શીલકુમાર શર્માએ આપતા પોલીસે ટ્રક ડ્રાઇવર વિરૃધ્ધ ચારસો વીશનો છેતરપીડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ અીએસઆઇ કમલેશભાઇ ચાવડા ચલાવી રહ્યા છે.