For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અઢી વર્ષની બાળા દુષ્કર્મ-હત્યા કેસમાં આજે 22 સાક્ષીઓની જુબાની લેવાશે

246 પાનાની ચાર્જશીટ રજુ કર્યા બાદ સરકારપક્ષે 43 દસ્તાવેજી પુરાવા-સાક્ષીનું લીસ્ટ રજુ કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી

7 દિવસમાં ચાર્જશીટ બાદ આજથી કેસ કાર્યવાહીનો આરંભ થશે

Updated: Nov 16th, 2021

Article Content Image

સુરત

246 પાનાની ચાર્જશીટ રજુ કર્યા બાદ સરકારપક્ષે 43 દસ્તાવેજી પુરાવા-સાક્ષીનું લીસ્ટ રજુ કરી ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી

પાંડેસરા-વડોદ ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું દિવાળીની રાતે અપહરણ કરીને દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનાર આરોપી સામે ગઈકાલે માત્ર સાત જ દિવસમાં સુરત પોલીસે ચાર્જશીટ રજુ કર્યા બાદ આજે સરકારપક્ષે 43 દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીનું લીસ્ટ કોર્ટમાં રજુ કરી  ચાર્જફ્રેમની કાર્યવાહી પુરી કરી હતી.જેથી પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ આ કેસની કાર્યવાહીનો આવતીકાલથી 22 સાક્ષીઓની જુબાની સાથે પ્રારંભ કરવા નિર્દેશ આપ્યો છે.

ગઈ તા.4 થી નવેમ્બરના રોજ દિવાળીની રાતે  પાંડેસરા વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું બદકામના ઈરાદ મૂળ બિહારના જહાનાબાદના વતની આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવ(રે.ભગવતીનગર,વડોદ,પાંડેસરા)એ અપહરણ કરીને જીઆઈડીસીની ડાઈંગ મીલની ઝાડીમાં લઈ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. પોલીસે તા.8 નવેમ્બરે તેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગો કર્યો હતો.

ત્યારબાદ પોલીસે રેકોર્ડબ્રેક 7 દિવસમાં 68 પંચ સાક્ષીઓ સહિત 246 પાનાની ચાર્જશીટ ગઈકાલે કોર્ટમાં રજુ કરી દીધી હતી. જેના પગલે આજે સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આજે 43 દસ્તાવેજી પુરાવા તથા 68 સાક્ષીઓનું લીસ્ટ કોર્ટને સુપરત કર્યું હતુ. અને સ્પીડી ટ્રાયલ ચલાવવા નેમ સાથે આજે જ આરોપી વિરુધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી. જેથી કોર્ટે આ કેસની કાર્યવાહી તા.17 નવેમ્બરથી પ્રારંભ કરવાનો નિર્દેશ આપતાં સરકારપક્ષે કુલ 22 જેટલા પંચ સાક્ષીઓની જુબાની લેવાની તૈયારી દર્શાવતા કોર્ટે પંચ સાક્ષીઓને સાક્ષી સમન્સ ઈસ્યુ કરવા નિર્દેશ આપ્યો હતો.

સચિનમાં બાળાના અપહરણ-દુષ્કર્મ કેસમાં 13 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાયું હતું

તાજેતરમાં સચીન જીઆઈડીસી વિસ્તારની માસુમ બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના કેસમાં હનુમાન ઉર્ફે અજય નિષાદ વિરુધ્ધ માત્ર 13 દિવસમાં  (રજાના દિવસો બાદ કરતા 10 દિવસ) સુરત પોલીસે ચાર્જશીટ રજુ કરી દીધું હતુ. બીજી તરફ સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ તથા તેમની ટીમે આરોપી સામેનો કેસ સ્પીડી ટ્રાયલ ચલાવીને રાજ્યમાં સૌથી ઝડપથી પોક્સો કેસનો નિકાલ કર્યો હતો. જે દરમિયાન પોક્સો કેસોની ખાસ અદાલતે ર્ મોડી રાત સુધી કેસ કાર્યવાહી ચલાવીને આરોપી હનુમાન ઉર્ફે અજય નિષાદને દોષી ઠેરવી કોર્ટે જીવે ત્યાં સુધી આજીવનકેદની સજા ફટકારતો હુકમ કરી ભોગ બનનાર તથા તેના પરિવારને ઝડપી ન્યાય અપાવ્યો હતો.

 

Gujarat