Gujarat

બે દિવસથી સ્થિર રહેલી ડેમની સપાટી ઘટીને 323.39 ફુટ

By GS Team
22 Jul 20201 min read
This article was originally published on 22 Jul 2020
બે દિવસથી સ્થિર રહેલી ડેમની સપાટી ઘટીને 323.39 ફુટ

સુરત,તા.22 જુલાઇ, 2020,  બુધવાર

સુરત શહેર માં વરસાદના વિરામ વચ્ચે તાપમાન 32.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદે વિરામ લેતા છેલ્લા બે દિવસથી સ્થિર સપાટીમાં ઘટાડો નોંધાયો છે.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરત જિલ્લાના ચાર તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. તો સુરત શહેરમાં મેઘરાજાના વિરામ વચ્ચે સૂર્યદેવતા પ્રગટ થતા ગરમી અનુભવાઇ હતી. આજે સુરતનું અધિકતમ તાપમાન 32.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 28.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા, હવાનું દબાણ 1004.3 મિલીબાર અને દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના 9 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. અને આખો દિવસ 4,000 કયુસેક ઇનફલો આવ્યો હતો. અને 6,000  કયુસેક હાઇડ્રોમાં અને કેનાલમાં છોડાતા છેલ્લા બે દિવસથી 323.46 ફૂટ પર સ્થિર સપાટીમાં ઘટાડો થઇને 323.39 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.