Gujarat

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો

By GS TEAM
16 Nov 20251 min read
એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને  કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો

  અમદાવાદ,શનિવાર,15 નવેમ્બર,2025

અમદાવાદના ખોખરા વોર્ડમા આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલને કોર્પોરેશન તરફથી આપવામા આવેલી જમીનમાં શરતોનો ભંગ કરાતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી પ્લોટની ફાળવણી રદ કરવા અંગે નોટિસ ફટકારી છે.કોર્પોરેશને આપેલી જગ્યામાં કોલેજ ચલાવવા કોર્પોરેશનની મંજુરી મેળવાઈ નથી.

ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક પછી ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ,જે સંસ્થા ઈન્ડિયા ફાઈનાન્શીયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ્ટને જમીન ફાળવવામા આવી હતી તેમના દ્વારા શિક્ષણ આપવામા આવતુ નથી.આ કારણથી લીઝની શરતનો ભંગ થાય છે.માંગણીવાળા પ્લોટનો ઉપયોગ અન્ય સંસ્થા દ્વારા કરવામા આવતો હોવાનુ જણાય છે.પ્રાથમિક તબકકે જે વિગત સામે આવી છે તે મુજબ, ટેન્ડર અને લીઝની શરતોનો ભંગ થયો હોવાનુ જણાય છે. આ કારણથી આ પ્લોટની ફાળવણી તથા ભાડા પટ્ટો રદ કેમ ના કરવો એ અંગે નોટિસ આપી ૨૧ નવેમ્બર સુધીમા તમામ દસ્તાવેજો સાથે લેખિત ખુલાસા સાથે હાજર રહેવા જણાવાયુ છે.