Gujarat
એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી
By GS TEAM
10 Mar 20261 min read

હળવદઃ
હળવદની મંગલમ વિદ્યાલયમાં બોર્ડની પરિક્ષામાં અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સોમવારે યોજાયેલી ધોરણ-૧૨ની 'પોલિટિક્સ' વિષયની પરીક્ષા માટે આ કેન્દ્ર પર માત્ર
એક જ વિદ્યાર્થી નોંધાયો હતો. જોકે, પરીક્ષાના સમયે આ
એકમાત્ર પરીક્ષાર્થી પણ ગેરહાજર રહેતા આખું કેન્દ્ર ખાલીખમ જોવા મળ્યું હતું. આ
સ્થિતિને કારણે પરીક્ષાની વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવેલા સુપરવાઇઝરો અને
વહીવટી સ્ટાફને 'નવરા ધૂપ' બેસવાનો
વારો આવ્યો હતો. એક જ વિદ્યાર્થી માટે આખું કેન્દ્ર ફાળવવું અને ત્યારબાદ તેની
ગેરહાજરીને કારણે સરકારી સંસાધનો, સમય અને શક્તિનો વ્યય થયો
હોવાની ચર્ચા શિક્ષણ જગતમાં જાગી છે. આ ઘટનાએ બોર્ડની પરીક્ષા વ્યવસ્થા અને
વિદ્યાર્થીઓની ગંભીરતા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.








