Get The App

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય

લીધી મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી સામે સ્થાનિકોનો રોષ, લોકોએ જ સાવચેતીની જવાબદારી

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય 1 - image

મકરપુરાથી સુસેન સર્કલ તરફના માર્ગ ૫૨ છેલ્લા ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યુંછે. ૧૨ થી ૧૫ ફૂટ ઊંડી આ ખુલ્લી ગટર ચેમ્બર કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે, તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરાયું નથી.

ગઈકાલે જ મ્યુનિ. કોર્પોરેશનની દબાણ શાખા આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી. અધિકારીઓ ત્યાં હાજર હોવા છતાં તૂટેલું ગટરનું ઢાંકણું તેમની નજરે કેમ ન ચઢ્યું, તે અંગે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે.

તંત્રની રાહ જોયા વગર સ્થાનિક લોકોએ આજે ખુલ્લી ગટર ચેમ્બરની ચારે બાજુ પથ્થરો ગોઠવી અને બોર્ડ મૂકી, આવ-જા કરતા લોકોને સાવધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને વાહનોની ભારે અવરજવર રહે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધુ છે.

વધુમાં જણાવ્યું હતું કે, ખુલ્લી ગટર ચેમ્બરમાં પડી જવાથી અગાઉ એક યુવાનનો જીવ ગયો છે. આ ખુલ્લી ગટર ફરી એક વખત કોઈનો ભોગ ન લે, તે માટે અમે જ પ્રબંધ કર્યો છે, અને મ્યુનિ. કોર્પોરેશન પાસે માગ કરી છે કે, તૂટેલા ઢાંકણાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ સાથે ચેડા ન થાય.