૪૭૩ કરોડથી વધુની કોર્પોરેશનને આવક થશે, સોલા-હેબતપુરના બે કોમર્શિયલ પ્લોટ મુળ કિંમત કરતા વધુ કિંમતે વેચાયા

અમદાવાદ,શુક્રવાર,28
નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સિંધુભવન રોડ
ઉપરાંત શીલજ સહિત અન્ય વિસ્તારમાં આવેલા કોર્પોરેશન હસ્તકના રહેણાંક અને કોમર્શિયલ
હેતુ માટેના તેર પ્લોટ વેચવા ઓન લાઈન ઈ-ઓકશન કર્યુ હતુ. તેર પૈકી માત્ર પાંચ પ્લોટ
વેચી શકાતા કોર્પોરેશનને રુપિયા ૪૭૩ કરોડથી વધુની આવક થવાથી સંભાવના
છે.સોલા-હેબતપુરના બે કોમર્શિયલ પ્લોટ તેની મુળ કિંમત કરતા રુપિયા ૪૨ કરોડથી વધુ
કિંમતથી વેચાયા હતા.શીલજના રહેણાંક હેતુ માટેનો પ્લોટ રુપિયા ૧૬૮ કરોડ તથા
ચાંદખેડાનો કોમર્શિયલ પ્લોટ મુળ કિંમત કરતા ૩૧ કરોડથી વધુમા વેચાયો હતો.
સોલા-હેબતપુરમા આવેલા ૩૯૭૪ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની અપસેટ વેલ્યુ પ્રતિ
ચોરસ મીટર રુપિયા ૧.૭૫ લાખ રાખવામા આવી હતી.જેની
સામે હેલીક્ષ ઈન્ફ્રા સ્પેસ તરફથી પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૮૧ લાખની ઓફર કરતા રુપિયા
૧૧૧.૬૬ કરોડની મુળ કિંમત કરતા રુપિયા ૪૨.૧૨ કરોડ કોર્પોરેશનને વધુ આવક થશે.સોલા-હેબતપુરના
૩૮૧૯ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા કોમર્શિયલ પ્લોટ માટેની અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર
રુપિયા ૧.૭૫ લાખ રાખવામા આવી હતી.જેની સામે પ્રોકેટ ઈન્ફ્રા સ્પેસ દ્વારા ૨.૮૬ લાખની
મહત્તમ ઓફર કરાતા કોર્પોરેશનને રુપિયા ૧૦૯.૨૨ કરોડ મુળ કિંમત કરતા રુપિયા ૪૨.૩૯ કરોડ
વધુ આવક થશે.શીલજના રહેણાંક હેતુ માટેના ૯૭૬૫ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે
અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૭૦ લાખ રાખવામા આવી હતી.જેની સામે સાફલ્ય એસોસિએટ દ્વારા રુપિયા ૧.૭૩ લાખની ઓફર કરાતા તંત્રને
મુળ કિંમત રુપિયા ૧૬૮.૯૩ કરોડ કરતા રુપિયા ૨.૯૩ કરોડ વધુ આવક થશે.ચાંદખેડાના ૧૬૧૫ ચોરસ
મીટર ક્ષેત્રફળના કોમર્શિયલ પ્લોટ માટે અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૯૮ લાખ
રખાઈ હતી.જેની સામે રાર પ્રોપર્ટીઝ તરફથી મહત્તમ ઓફર પ્રતિ ચોરસમીટર રુપિયા ૧,૯૮,૦૦૧ કરાતા તંત્રને
૩૧.૯૭ કરોડની આવક થશે.વસ્ત્રાલના ૫૯૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળના કોમર્શિયલ પ્લોટ માટે
અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસ મીટર રુપિયા ૮૬ હજાર રખાઈ હતી.નાસિત એસેટ એન્ડ ડેવલપર્સ દ્વારા
મહત્તમ રુપિયા ૮૮ હજાર પ્રતિ ચોરસમીટર કરતા કોર્પોરેશનને રુપિયા ૫૧.૯૨ કરોડ આવક થશે.








