Get The App

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય 1 - image


TET-1 Exam: ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-1)ના નિયમોમાં સુધારો કર્યો છે. 20 એપ્રિલ, 2019ના ઠરાવમાં કરવામાં આવેલા આ સુધારા મુજબ,  હવે TET-1ની પરીક્ષાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા

પરીક્ષાના સમયગાળામાં વધારો

નોંધનીય છે કે અગાઉ, પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા પરીક્ષા TET 1 અને 2 માટેનો હેતુલક્ષી પરીક્ષાનો સમયગાળો કુલ 90 મિનિટનો હતો, જેમાં પ્રશ્નપત્રના તમામ વિભાગોનો સમાવેશ થતો હતો. જોકે, હવે TET-1માં આ સમયગાળો વધારીને 120 મિનિટ (2 કલાક) કરવામાં આવ્યો છે. 

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય 2 - image

આ પણ વાંચોઃ વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ

પરીક્ષાર્થીઓને રાહત

આ નિર્ણયનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીઓને પૂરતો સમય આપીને શાંતિથી અને સચોટ રીતે પ્રશ્નોના જવાબ આપવાની તક પૂરી પાડવાનો છે. આ સુધારા બાદ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મોટી રાહત મળશે.


Tags :