Get The App

વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ 1 - image


Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા ન્યાય મંદિર અને લાલ કોર્ટની આસપાસ લોખંડના એંગલો ગેરકાયદે મૂકીને તેના પર ગુટકા અને પાન મસાલાની જાહેરાતના બેનરો લગાવી દેવાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. યુવાધનને પાન મસાલા અને ગુટકાની આડમાં આદી બનાવવાનું તરકટ હોવાનું માનવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલા ન્યાય મંદિર અને લાલ કોર્ટની આસપાસ લોખંડની એંગલોના તૈયાર કરાયેલા ગેટ મૂકીને નવરાત્રીની આડમાં યુવાધનને ગુટકા અને પાન મસાલાના રવાડે ચડાવવાનું બેહુદુ કૃત્ય હોવાનું માનવામાં આવે છે. આ અંગે બુદ્ધિજીવી વર્ગમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ઐતિહાસિક ઇમારતો બહાર લોખંડની એંગલોના મુકાયેલા ગેટ તદ્દન ગેરકાયદે હોવાનું માનવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં યુવા ધન મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા જાય છે. જ્યારે બીજી બાજુ આવા યુવાધનને આકર્ષવા માટે શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર અને લાલ કોર્ટની બહાર લોખંડની એંગલોના સહારે ગેટ બનાવવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ યુવાઓને વ્યસન મુક્ત થવા જાતજાતના કાર્યક્રમોનું પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે આ ગેટ અંગે તંત્રની કોઇ પરવાનગી લેવામાં આવી નથી અને આ બંને ગેટ તદ્દન ગેરકાયદે લગાવાયા હોવાનું કહેવાય છે. જ્યારે ન્યાય મંદિર, લાલ કોર્ટ આસપાસથી નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં યુવાધન આવ-જા કરે છે. 

જેથી આ બંને કથિત ગેરકાયદે મુકાયેલા લોખંડના એંગલના ગેટ પર એક કંપનીના ગુટકા અને પાન મસાલાની જાહેરાતના બેનરોથી શણગારવામાં આવ્યા છે. આવી રીતે ગુટકા અને પાન મસાલાના રવાડે યુવાધનને આકર્ષિત કરવાના આવા પ્રયાસ સામે શહેરના શિક્ષિત વર્ગ અને બુદ્ધિજીવીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. આવા બેનરો તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરાઇ છે.

Tags :