TET-1 Result Declared: ગુજરાત પરીક્ષા બોર્ડ(SEB) દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી મિડિયમ વાઈઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, કુલ 11027 ઉમેદવારો પાસ થયા છે.
કુલ 11,027 ઉમેદવારો પાસ
શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. પરીક્ષા બોર્ડે આજે શુક્રવારે (30 જાન્યુઆરી, 2026) TET-1નું પરિણામ જાહેર કર્યુ છે. આ પરીક્ષામાં કુલ 1,01,525 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 91,628 ઉમેદવારો પરીક્ષામાં હાજ રહ્યા હતા. આમ, કુલ 12.03 ટકા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે.

આ પણ વાંચો: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર, GAS કેડરના 16 અધિકારીઓની બદલી
ઉમેદવારોએ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે. જેમાં ઉમેદવારોએ પોતાનો સીટ નંબર, આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે.


