Gandhinagar News: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર આવ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(GAS) કેડરના 16 અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય, રોજગાર અને તાલીમ સહિતના મહત્વના વિભાગોમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પણ કુલ 83 અધિકારીઓ બદલી-બઢતી કરવામાં આવી છે. જેમાંથી 10 ડ્રગ ઇન્સપેક્ટરને ક્લાસ-1માં બઢતી આપવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મોટા પાયે બદલી બઢતી
-મદદનીશ કમિશનર ક્લાસ-1ના 11 અધિકારીઓને બઢતી
-વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર, વર્ગ-2ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી
-10 ઔષધ નિરીક્ષકોને મદદનીશ કમિશનર વર્ગ-1માં બઢતી
જુઓ યાદી












