Get The App

પોરબંદરમાં 13 વર્ષની બાળા પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
પોરબંદરમાં 13 વર્ષની બાળા પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ,   પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ 1 - image


Teacher molested a 13-year-old girl in Porbandar: પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતાં મામલો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષણ જગતને શરમજનક  ઘટના બનતા ચારેયકોર ચકચાર મચી ગઈ છે. 

આ પણ વાંચો : ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં એડમિશન ઘટ્યા, ધો.8ના 69%થી વધુ વિદ્યાર્થી ભાગાકાર કરી શકતા નથી

વિપુલ ગોહેલ નામના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા

પોરબંદરના મંડેર ગામે સરકારી શાળામાં ફરજ બજાવતાં વિપુલ ગોહેલ નામના શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાની જાણ પરિવારને કરતાં સમગ્ર મામલો માધવપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ શિક્ષકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં માધવપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં 3 હજારથી વધુ દર્દીઓને હિમોફિલિયાની બીમારી, એક ઈન્જેક્શનની કિંમત રૂ. 25 હજારથી વધુ

માધવપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી શિક્ષક સામે તપાસ શરુ કરી 

શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ બનાવને લઇને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આ પોલીસનું કહેવું છે કે, ફરિયાદ બાદ વધુ માહિતી બહાર આવશે તેવી ભીતિ વર્તાઈ રહી છે. મંડેર ગામની શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની વાત બહાર આવતા માધવપુર પોલીસે શિક્ષક સામે 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Tags :