For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉપલેટાનાં ટીડીઓ ડેડીયાપાડાનાં ગેરરીતિ પ્રકરણમાં અંતે સસ્પેન્ડ

- ટેન્ડરીંગ વગર એક મંડળને વર્ગો ચલાવવા 15 લાખ ચૂકવાયા હતા

- મંડળે બિલ રજુ કર્યુ તે જ દિવસે 50 ટકા રકમ ચૂકવી હતી

Updated: Sep 22nd, 2021

ઉપલેટાનાં ટીડીઓ ડેડીયાપાડાનાં ગેરરીતિ પ્રકરણમાં અંતે સસ્પેન્ડ

રાજકોટ, : રાજકોટ જિલ્લાનાં ઉપલેટાનાં તાલુકા વિકાસ અધિકારી તરીકે હાલ ફરજ બજાવતા  ગોંવિંદ નાયકાને તેઓ જયારે નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડાં નાં ટીડીઓ હતા એ સમયે ટેન્ડરીંગ વગર એક મંડળને સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગો ચલાવવા રુ. ૧પ.રપ લાખ ચૂકવવાનાં ગેરરિતી પ્રકરણમાં અંતે પંચાયત વિભાગે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. રાજકોટ જિલ્લાનાં પંચાયત વિભાગમાં ફરજ બજવતા કોઈ ઉચ્ચ અધિકારી સામે લાંબા સમય બાદ આકરા પગલા લેવાયા છે. 

રાજકોટ જિલ્લાનાં  ઉપલેટા તાલુકાનાં ટીડીઓ તરીકે  ગોંવિદ નાયકા છેલ્લા નવેક મહિનાથી ફરજ બજાવતા હતા. કલાસ - ર કક્ષાનાં આ અધિકારી નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ટેન્ડરીંગ વગર  કામો આપી લાખો રુપિયાની ચૂકવણીનું ગેરરીતિનું પ્રકરણ બહાર આવ્યુ હતુ. વર્ષ ર૦૧૮ નું આ પ્રકરણ છે. સરકારની વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ટીએએસપી યોજના હેઠળ એક કેળવણી મંડળને સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગો ચલાવવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા વિના જ રુ. ૧પ.રપ લાખ ચૂકવવામાં આવ્યા હતા. એ સમયે  ગોંવિંદ નાયકા ટીડીઓ તરીકે અમલીકરણ અધિકારી હતા. પરીક્ષાનાં વર્ગો માટે તાલીમાર્થી દીઠ ભાવ પણ મંગાવવામાં આવ્યા ન હતા. 

નર્મદા જિલ્લાનું આ પ્રકરણ લાંબા સમયથી ચર્ચામાં છે. જેમનાં આદિવાસી વિધાર્થીઓે તાલીમ આપવાનાં વર્ગોનું કામ સોંપવામાં આવ્યુ હતુ તે મંડળે જયારે બીલનાં પ૦ ટકા રકમની માગણી સાથેનું બીલ રજુ કર્યુ તે જ દિવસે પૅ ટકા રકમ ચૂકવી દેવામાં આવી હતી. શંકા ઉપજાવે તેવા વ્યવહારોને લઈને સરકારમાં આ પ્રકરણની તપાસ બાદ અંથે ગઈકાલે તા. ર૧ નાં રોજ તત્કાલિન ડેડીયાપાડાનાં ટીડીઓને ફરજમોકૂફીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. હાલ તેઓ ઉપલેટાનાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ફરજમોકુફી સાથે તેમનું હેડ કર્વાર્ટર કચ્છ ભૂજ રાખવામાં આવ્યુ છે. 

Gujarat