Get The App

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ 1 - image

- 2023માં સાવરકુંડલા પંથકમાં અનેકને ચુનો ચોપડી રફુચકકર થઈ ગયા હતા

- અમરેલી જિલ્લા લોકલ પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી ત્રણને પકડી પાડયા, સાવરકુંડલા સિવાય ભારતભરમાં અનેક રાજ્યોમાં ચીટિંગ કર્યું હતું

અમરેલી: સાવરકુંડલામાં 'ગોલ્ડસ્ટાર હોમનીડ્સ'ના નામે પેઢી ખોલી લાખોની સસ્તું ફનચર આપવાની લાલચ આપી છેતરપિંડી કરી ચૂકેલી  ચીટર ગેંગના ૩ સાગરીતોને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચે  પકડી પાડયા હતા આ શખ્સોએ  ફકત સાવરકુંડલા જ નહી પણ  ગુજરાત બહાર ઝારખંડ, ઓડિશા અને એમ.પી. સહિત અનેક રાજ્યોમાં ઠગાઈ આચરી ઉઠમણા કરીને પૈસા ઓળવી ગયા હતા.

ભારતના અલગ-અલગ રાજ્યોમાં ફનચર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે લાખોની ઠગાઈ આચરતી તામિલનાડુની રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડવામાં અમરેલી એલ.સી.બી.  ટીમનેસફળતા મળી છે. સાવરકુંડલામાં શો-રૂમ ખોલી લોકોના પૈસા ઓળવી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓને પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે દબોચી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં સાવરકુંડલા ખાતે આરોપીઓએ ગોલ્ડસ્ટાર હોમનીડ્સ ઓર્ડર સપ્લાયર્સના નામે ભવ્ય શો-રૂમ શરૂ કર્યોે હતો. આ ગેંગ નવી વસ્તુઓ પર ૧૦% થી ૪૫% સુધીનું માતબર ડિસ્કઉન્ટ આપવાની લાલચ આપતી હતી. ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લઈ ૧૨ દિવસમાં ડિલિવરી આપવાનું વચન આપવામાં આવતું હતું.આ ગેંગની માયાજાળમાં આવીને  સાવરકુંડલાના ઇમરાનભાઇ ચૌહાણ સહિત અનેક લોકો પાસેથી અંદાજે ૩,૧૪,૧૩૦ થી વધુની રકમ ઉઘરાવી, આરોપીઓ રાતોરાત શો-રૂમ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. 

હાથ ધરાયેલ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી. પકડાયેલ આરોપીઓ પૈકી રાજેન્દ્રન થન્ગાવેલ ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશના ગુનાઓમાં વોન્ટેડ હતો.એમ. ગણેસન મુથૈયા (ઉ.વ. ૫૧) રહે. તંજાવુર, તામિલનાડુ રાજેન્દ્રન થન્ગાવેલ (ઉ.વ. ૬૬)  રહે. તંજાવુર, તામિલનાડુ મેરીઅપ્પન નાડેસન (ઉ.વ. ૫૪)રહે. તંજાવુર, તામિલનાડુ આરોપીઓ છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે અલગ-અલગ રાજ્યોમાં આશરો લઈ રહ્યા હતા.

 એલ.સી.બી. ટીમે બાતમીના આધારે આ ત્રણેયને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા પોલીસને સોંપી દીધા છે. આ ગેંગે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં હવે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.