Get The App

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ 1 - image

પુસ્તક વાંચો અને ૫ રૃપિયા કમાઓ

સ્માર્ટફોનના બદલે શ્રેષ્ઠ પુસ્તક સમજણ શક્તિ અને શબ્દ ભંડોળ વધારવા સક્ષમ ઃ સંચાલક 

કુંઢેલી -  આજના ડિજિટલ યુગમાં જ્યારે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાનાં તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ સ્કુલ દ્વારા બાળકો માટે મોબાઈલના વધતા ઉપયોગ સામે વાંચન અભિયાન પ્રયોગાત્મક રીતે શરૃ કરવામાં આવ્યું છે.

બાળકોમાં સતત વધી રહેલા મોબાઈલના વપરાશને કારણે તેમની એકાગ્રતા, આંખોનું તેજ અને વાંચન શક્તિ પર ગંભીર અસરો પડી રહી છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈને શાળાના સંચાલક ઘનશ્યામભાઈ નાંદવા દ્વારા એક ઉમદા વિચાર અમલમાં મુકામાં આવ્યો છે. તેમણે બાળકોમાં વાંચન પ્રત્યે રૃચી જાગે તે હેતુથી પુસ્તક વાંચો અને ૫ રૃપિયા કમાઓ પ્રવૃત્તિ જાહેર કરી છે. જે વિદ્યાર્થી પુસ્તક વાંચશે, તેને શાળાત રફથી પ્રોત્સાહન સ્વરૃપે રૃા. ૫ આપવામાં આવશે. માત્ર આર્થિક લાભ નહીં પરંતુ બાળકની સમજણ શક્તિ અને શબ્દભંડોળમાં વધારો કરવો આ લક્ષ્યને સિધ્દ કરશે. આજના બાળકો સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે, જેનાથી તેમનો સર્વાંગી વિકાસ અવરોધાય છે. જેથી આર્થિક પુરસ્કાર તો માત્ર એક નિમિત્ત જણાવી અસલી ઉદ્દેશ્ય બાળકોના હાથમાં સ્માર્ટ ફોનને બદલે શ્રેષ્ઠ પુસ્તકો જોવાનો સંચાલકે વ્યક્ત કર્યો છે.