સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
Swachh Survekshan 2024-25: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ગુજરાતના બે મોટા શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સુરત શહેરનો સમાવેશ થાય છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગુરુવારે (17 જુલાઈ) નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં શહેરી સ્વચ્છતા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો આપ્યા.
સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર
નોંધનીય છે કે, દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેની પસંદગી મધ્ય પ્રદેશના ઇન્દોરની થઈ છે. આ સિવાય બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર છે અને ત્રીજા નંબરે કર્ણાટકના મૈસુરની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 ઍવૉર્ડની 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે.