Get The App

પૂરક પરીક્ષાના ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 51.58% રિઝલ્ટ સાથે 17 હજારથી વધુ વિદ્યાર્થી પાસ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
પૂરક પરીક્ષાના ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ   જાહેર, 51.58% રિઝલ્ટ સાથે 17 હજારથી વધુ વિદ્યાર્થી પાસ 1 - image


HSC General Stream Class 12 Supplementary Exam Results: ગુજરાતમાં ગુરૂવારે (17 જુલાઈ) બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહેલી સવારે 9 વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 51.58 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષમાં 33,731માંથી 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો

ધોરણ-10ની પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? 

જૂન-જુલાઈ, 2025માં લેવાયેલી પૂરક પરીક્ષામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર થઈ ચુક્યુ હતુ અને આજે હવે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવી ગયું છે. બુધવારે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા દ્વારા રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં ધોરણ 10નું પણ પરિણામ જાહેર થશે તેવી સંભાવના છે. 

પૂરક પરીક્ષાના ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ   જાહેર, 51.58% રિઝલ્ટ સાથે 17 હજારથી વધુ વિદ્યાર્થી પાસ 2 - image

આ પણ વાંચોઃ UIDAIનું મોટું એલર્ટ! 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો બંધ થઈ જશે

શું છે પૂરક પરીક્ષા? 

નોંધનીય છે કે, ધોરણ-10 અને 12માં બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. જેમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ આ જ વર્ષમાં આગામી અભ્યાસમાં જોડાઈ શકશે.

Tags :