Get The App

સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ!

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! 1 - image


Surat Crime: સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં બુધવારે (8 ઓક્ટોબર) મોડી રાત્રે સંબંધોને લજવનારી એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને તેની નાની બહેન (સાળી)ની ચપ્પુના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.

આ પણ વાંચોઃ કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા

લગ્નની ખરીદી માતમમાં ફેરવાઈ

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપ, તેની 25 વર્ષીય બહેન મમતા અને માતા શકુંતલાબેન સાથે ડિસેમ્બરમાં થનારા નિશ્ચયના લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા. પરંતુ, તેમના સુરત આવવાના થોડા જ દિવસોમાં, 34 વર્ષીય બનેવી સંદીપ ધનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હોવાનું જણાવ્યું અને તેની છેડતી કરી.

બે ભાઈ-બહેનનો ભોગ

સંદીપે કરેલી આ બેશરમ માંગને લઈને ઘરમાં જોરદાર ઝઘડો થયો. સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો. તેણે ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાં, હત્યારા સંદીપે તેને પણ ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા માર્યા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું. આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી, જેમની હાલ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

પોલીસ કાફલો ઘટનાસ્થળે, આરોપી ઝડપાયો

ડબલ મર્ડરની જાણ થતાં જ ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ, ડી.સી.પી. કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતનાં માતમથી પટેલનગરમાં આધાત અને ચિંતાનો માહોલ ફેલાયો છે.

Tags :