સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ સુરતીનું હ્રદય દ્રવી ઉઠ્યુંઃ અમરેલીના શહીદ જવાનને કરી 21 લાખની મદદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવાના પરિવારને સુરતના વિજય ભરવાડ નામના વ્યક્તિ દ્વારા માનવતાની અનોખી મદદ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે જવાન મેહુલ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ' દરમિયાન દેશની રક્ષા કાજે શહીદ થયા હતા.
રાષ્ટ્રને સમર્પિત આ વીર જવાનના 20 સપ્ટેમ્બરે તેમના વતન ધામેલમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કરુણ દ્રશ્યો, ખાસ કરીને શહીદના નાના દીકરા અને પત્નીને રડતા જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.

21 લાખની કરી મદદ
શહીદના પરિવારની આ વ્યથા જોઈને વિજયભાઈ ભરવાડે તાત્કાલિક નિર્ણય લીધો અને કારનો કાફલો લઈને તેઓ સુરતથી ધામેલ ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહીદના પરિજનોને આર્થિક ટેકો આપવા માટે થાળીમાં 21 લાખ રોકડા ભરીને મદદ કરી હતી.
આ પણ વાંચોઃ ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર
શહીદ પરિવારને મદદ કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતા વિજયભાઈ ભરવાડે જણાવ્યું કે, 'મેં સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું કે ભાઈ મેહુલભાઈ ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયા છે. મેં જ્યારે તેમના શહીદીના સમાચાર જોયા ત્યારે જે ભાવુક દ્રશ્યો હતા, જેમાં તેમના બાળકો અને પત્નીનું આક્રંદ હતું તે જોઈને મારું મન વિચલિત થઈ ગયું. આ દ્રશ્યોએ મને તેમના પરિવારને મદદ કરવાનો વિચાર આપ્યો. ત્યારબાદ હું વહેલી સવારે સુરતથી નીકળીને ધામેલ ગામ પહોંચ્યો અને પરિવારના ગુજરાન માટે મારાથી બનતી મદદ કરી.'
આખું ગામ હિબકે ચડ્યું હતું
મદદ માટે જ્યારે વિજયભાઈ શહીદના ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંનું વાતાવરણ કેવું હતું તે જણાવતા તેમણે કહ્યું, 'જ્યારે અમે શહીદના ઘરે પહોંચ્યા ત્યારે એક ખૂબ જ ભાવુક માહોલ સર્જાયો હતો. હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા. આખા ગામના લોકો ભાવુક થઈને રડી પડ્યા હતા.'









