Gujarat

સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ

By GS TEAM
14 Nov 20252 mins read
TukuTouch Logo
સુરતમાં ચૂંટણી પંચની નિષ્પક્ષ કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપનો નવો વિવાદ ઊભો થયો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા BLOની મીટિંગ યોજવાના વિવાદની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં હવે પાંડેસરાના એક ભાજપના કોર્પોરેટરે સીધેસીધું BLOની કામગીરીમાં ભાગ લઈને નવો વિવાદ સર્જ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ભાજપના કોર્પોરેટરે BLOની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ, ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ

Pandesar Corporator Controversy : સુરતમાં ચૂંટણી પંચની નિષ્પક્ષ કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપનો નવો વિવાદ ઊભો થયો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા BLOની મીટિંગ યોજવાના વિવાદની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં હવે પાંડેસરાના એક ભાજપના કોર્પોરેટરે સીધેસીધું BLOની કામગીરીમાં ભાગ લઈને નવો વિવાદ સર્જ્યો છે.

કોર્પોરેટર શરદ પાટીલ વિવાદના કેન્દ્રમાં

પાંડેસરા વોર્ડ નંબર 28ના ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત સીધી રીતે કામગીરીમાં સામેલ થયા હતા. તેમણે BLOને સાથે રાખીને મતદારોના ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કર્યું હતું.


'સ્વપ્રસિદ્ધિ'ની ભૂલ: સોશિયલ મીડિયા પર પોસ્ટ

આ સમગ્ર મામલો ત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો જ્યારે કોર્પોરેટર શરદ પાટીલે પોતે જ આ કામગીરીના ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. આ પગલું તેમની 'સ્વપ્રસિદ્ધિ' માટે હતું, પરંતુ તેમની આ કમગીરીના કારણે ચૂંટણી પંચની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપના આક્ષેપો થઈ રહ્યા છે.

નિષ્પક્ષતા સામે સવાલો

હાલ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે, જે એક અત્યંત સંવેદનશીલ અને નિષ્પક્ષ સરકારી કામગીરી છે. નિયમ મુજબ, આ પ્રક્રિયામાં કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિનો સીધો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. તેમ છતાં, પાંડેસરામાં કોર્પોરેટર દ્વારા BLO સાથે ફોર્મ વહેંચવાની ઘટના સામે આવતા, વિરોધ પક્ષો અને નાગરિકો તરફથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.


આ ઘટનાએ ફરી એકવાર સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, અને હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ મામલે કેવા પગલાં લે છે.