Get The App

નાણાંકીય વર્ષ 2025-26માં સ્ટેટ જીએસટીએ 330 વાહનો પકડયા

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
નાણાંકીય વર્ષ 2025-26માં સ્ટેટ જીએસટીએ 330 વાહનો પકડયા 1 - image

બીલ વિના, ઈવે બીલ વિના માલની હેરફેર કરનાર સામે કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ-૯ મોબાઈલ સ્ક્વોર્ડની ટીમો કુલ રૃ.૧૩.૨૦ કરોડની પેનલ્ટી ફટકારી

ભાવનગર -  સ્ટેટ જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોર્ડે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બીલ વિના અને ઈવે બીલ વિના માલ સામાનની હેરફેર કરતા ૩૩૦ વાહનોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી કરી છે. જેમાં વિભાગે કુલ રૃ.૧૩.૨૦ કરોડની પેનલ્ટી ફટકારી છે. જેમાં સૌથી વધુ પેનલ્ટી સપ્ટેમ્બર-૨૦૨૫ અને સૌથી ઓછી એપ્રીલ-૨૦૨૫માં ફટકારવામાં આવી છે.

બીલ અને ઈવે બીલ વિના ટેક્સ ભર્યા વગર માલ સામાનની હેરફેર કરતા તત્વો સામે સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી વિભાગની મોબાઈલ સ્ક્વોર્ડ વૉચ રાખે છે. ભાવનગર વિભાગમાં નાણાંકીય વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોર્ડની ટીમે બીલ અને ઈવે બીલ વિના માલ સામાનની હેરફેર કરતા કુલ ૩૩૦ વાહનોને ઝડપી પાડયા છે. જેમની પાસેથી કુલ રૃ.૧૩.૨૦ કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષમાં સૌથી વધારે સપ્ટેમ્બર-૨૦૨૫માં રૃ.૧.૩૧ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જ્યારે સૌથી ઓછી એપ્રીલ-૨૦૨૫માં રૃ.૮૧ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. તેમજ મેમોની સંખ્યા અનુસાર સૌથી વધારે મેમો ડિસેમ્બર-૨૦૨૫માં ૩૪ મેમો અને સૌથી ઓછા ફેબુ્રઆરી-૨૦૨૬માં ૧૯ મેમો જનરેટ થયાં હતા. ટેક્સ ભરવો ન પડે અને મોટા આર્થિક ફાયદા માટે બીલ અને ઈવે બીલ વગર માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. ભાવનગરમાં મોટે ભાગે સ્ક્રેપ, સળિયા, ઓઈલ, જનરેટર, કોપર અને એંગલ જેવી કોમોડિટિમાં ગેરકાયદે હેરફેર થાય છે.

પેન્ટલ્ટીની આવકમાં ૯૮.૭૯ ટકાનો વધારો

નાણાંકીય વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન મોબાઈલ સ્ક્વોર્ડે કુલ ૨૨૫ વાહનોને મેમો જનરેટ કરી કુલ રૃ.૬.૬૪ કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી હતી. જેની સામે ગત નાણાંકીય વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન ૪૬.૬૬ ટકાના વધારા સાથે મેમોની સંખ્યા ૩૩૦ થઈ છે જ્યારે ૯૮.૭૯ ટકાના વધારા સાથે પેનલ્ટીની રકમ રૃ.૧૩.૨૦ કરોડ થઈ છે. આમ, પેનલ્ટી સ્વરૃપે થયેલી આવકમા ં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.