Gujarat

ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અપાશે

By GS TEAM
7 Oct 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અપાશે

Gujarat Government Employees DA Hike: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ  મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળીનું વેકેશન જાહેર, વાલીઓ જાણી લો તારીખ

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. 483.24 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરાશે.  આ ઉપરાંત વધારાના વાર્ષિક રૂ.1932.92 કરોડની ચૂકવણી પગાર-ભથ્થાં અને પેન્શન પેટે કરાશે. આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવાની પણ સૂચના અપાઈ છે.