Get The App

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક 1 - image

માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં ૧.૧૨ કરોડની વધુ આવક પ્રાપ્ત

માર્ચ માસમાં ૧.૭૨ લાખ સીટનું ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી બુકિંગ થયું

ભાવનગર -  ભાવનગર એસ.ટી. વિભાગને ગત માર્ચ માસમાં ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન થકી ૨.૫૯ કરોડથી વધુની આવક થવા પામી છે. લોકોમાં જાગૃતતા વધી હોય, એક માસમાં ૧.૭૨ લાખથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગનો લાભ લીધો હતો.

ભાવનગર વિભાગ દ્વારા રદ્દ કિ.મી.નું પ્રમાણ ઘટાડી ઝીરો બ્રેકડાઉનના અભિગમ સાથે સંચાલનનું લક્ષ્ય રાખી ગત માર્ચ-૨૦૨૫ની સરખામણીએ માર્ચ-૨૦૨૬માં કુલ ૧૭,૭૦,૦૦૦ કિ.મી.નું વધુ સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક આવની દ્રષ્ટીએ માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં રૃા.૧,૧૨,૬૮,૦૦૦ની વધુ આવક પ્રાપ્ત કરી હતી. તેમજ માર્ચ માસમાં મેળવેલી કુલ આવકમાંથી ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી ૧,૭૨,૦૮૨ સીટો બુક થતાં તેના થકી રૃા.૨,૫૯,૬૯,૦૦૦થી વધુની આવક પ્રાપ્ત થઈ હોવાનું વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું હતું.

સલામતી સવારી એસ.ટી. અમારી, ૨૦.૨૬ લાખ લોકોએ મુસાફરી કરી

ભાવનગર વિભાગને જીએસઆરટીસીનું 'સલામતી સવારી એસ.ટી. અમારી'નું  સૂત્ર ફળ્યું હોય તેમ માર્ચ માસમાં કુલ ૨૦,૨૬,૦૦૦ (૨૦.૨૬ લાખ) મુસાફરોએ વિભાગના અલગ-અલગ ડેપોમાંથી ઉપડતી બસોમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનિય છે કે, હજુ જે રૃટ પર સંચાલન બંધ છે, તે રાબેતા મુજબ શરૃ થાય તો મુસાફરોની સંખ્યા અને એસ.ટી.ની આવકમાં વધારો થઈ શકે તેમ છે.