Gujarat

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે

By GS TEAM
18 Apr 20261 min read
20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે

અખાત્રીજમાં જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય

આજે બાંદ્રાથી ટ્રેન ઉપડશે, મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે

ભાવનગર -  અખાત્રીજના અવસરે પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવા રેલવે તંત્રએ નિર્ણય લીધો છે.

અક્ષય તૃતિયા (અખાત્રીજ)ના દિવસે પાલિતાણામાં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પહોંચતા હોય, તેમની સુવિધા અને વધતી ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા-બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આવતીકાલ તા.૧૮-૪ને શનિવારે બપોરે ૨-૪૦ કલાકે પ્રસ્થાન થઈ બીજા દિવસે વહેલી સવારે ૫-૦૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. તેમજ પાલિતાણાથી તા.૨૦-૪ને સોમવારે રાત્રે ૮ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૧૧-૨૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. ટિકિટનું બુકિંગ તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી શરૃ થઈ ચૂક્યું છે તેમ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે.