Gujarat

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
વડોદરાના રણોલી વિસ્તારમાં અમ્મા રોડવેઝ નામની ઓફિસ ધરાવતા શકીલ અને તેના મળતીયાઓ દ્વારા ભારત પેટ્રોલિયમ અને આઈપીએલમાંથી નીકળતી ડીઝલ અને પેટ્રોલની ટેન્કરોમાંથી પેટ્રોલ ડઝલ કાઢી લેવાના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો

વડોદરાના રણોલી વિસ્તારમાં અમ્મા રોડવેઝ નામની ઓફિસ ધરાવતા શકીલ અને તેના મળતીયાઓ દ્વારા ભારત પેટ્રોલિયમ અને આઈપીએલમાંથી નીકળતી ડીઝલ અને પેટ્રોલની ટેન્કરોમાંથી પેટ્રોલ ડઝલ કાઢી લેવાના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેર પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઇવ ના કેસોમાં વ્યસ્ત હતી તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રણોલી વિસ્તારમાં અમ્રોમા ડવેઝ નામની ઓફિસમાં દરોડો પાડીને મોટે પાએ ચાલતા કાલા સોનાના કૌભાંડ ને ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે ભવનેશ પટેલ પાસેથી ભાડેથી ઓફિસ લઈ કૌભાંડ આચરતા સંચાલક શકીલ સમુનભાઈ રંગવાલા, ટેન્કર ડ્રાઇવરોના સંપર્કમાં રહેતા મિથિલેશ લાલ બહાદુર યાદવ, વિપુલ સુરસિંહ પરમાર તેમજ દિનેશ રામ કૈલાશ યાદવ ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બીપીસીએલમાંથી દાહોદના ઝાલોદ રોડ ઉપર શિવમ પેટ્રોલિયમ માં જવા નીકળેલા ટેન્કર ને પણ કબજે લીધું હતું. જ્યારે 330 લીટર પેટ્રોલ અને 215 l ડીઝલ પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરવા માટેના નળી, ખાલી કારબા, ચાર મોબાઈલ, સ્કૂટર, ટેન્કર સહિત રૂ 44 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસની પૂછપરછ દરમિયાન શકીલ રંગવાલાએ કબૂલ્યું હતું કે, તે બે વર્ષથી આ પ્રવૃત્તિ કરતો હતો. માર્ચ 2025માં એસ ઓ જી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બીજા દિવસે જામીન પર છૂટ્યા બાદ ત્રણેક મહિના ધંધો બંધ રાખ્યો હતો અને ત્યારબાદ ગણેશ ઉત્સવ પછી ધંધો ફરી શરૂ કર્યો હતો. આ પેટ્રોલ ડીઝલ હું ટ્રક ડ્રાઇવરોને પ્રતિ લીટર 70ના ભાવે વેચું છું‌‌.