Get The App

મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ 1 - image

Vadodara : વડોદરાના રેસકોર્સ નટુભાઈ સર્કલ વિસ્તારના સંગીત એપાર્ટમેન્ટમાં ઉપરના માળે અલગ રહેતા દીકરા-વહુને મકાનમાંથી નીકળી જવાનું કહીને ઉશ્કેરાયેલ મા-દીકરીએ ભાઈની ધોલાઈ કરીને કમરે બચકું ભરી છૂટું વાસણ મારતા પગે ઇજા થયા અંગે થયેલી ફરિયાદ આધારે વિશે તપાસ શરૂ કરી હતી.

બનાવની વિગત એવી છે કે, ગયા મહિને તા.7ની રાત્રે સંગીત એપાર્ટમેન્ટમાં રહેતી પત્નીના ઘરે જમવા આદિત્ય પંકજ ઠાકર ગયો હતો ત્યારે, નીચેના માળે રહેતા દીકરી અને માતાએ મકાન ખાલી કરી આપવા પુત્ર સામે ફેકેલું છૂટું વાસણ પગે વાગ્યું હતું. માતાએ પુત્રના બંને હાથ જોરથી પકડી લેતા બહેને તેના ભાઈને કમરે બચકું ભરી લીધું હતું. અંગે આદિત્ય ઠાકરેએ કરેલી ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.