Gujarat

શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2026: 40 ઉત્કૃષ્ટ શિક્ષકોને મળશે સન્માન, જુઓ યાદી

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાત શિક્ષણ વિભાગે વર્ષ 2026ના 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટે 40 શિક્ષકોના નામ જાહેર કર્યા છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની સમિતિઓની ભલામણ બાદ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી આ ઉત્કૃષ્ટ શિક્ષકોની પસંદગી કરાઈ છે. જેમાં પ્રાથમિકના 18, માધ્યમિકના 8, ઉચ્ચતર માધ્યમિકના 3, આચાર્યના 7, એચ.ટાટ.ના 3 અને 1 સી.આર.સી. કો-ઓર્ડિનેટરનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2026: 40 ઉત્કૃષ્ટ શિક્ષકોને મળશે સન્માન, જુઓ યાદી

Gujarat Shreshtha Shikshak Rajya Paritoshik 2026: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ને લઈને 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' માટેના યોગ્ય અને પ્રતિભાશાળી શિક્ષકોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિઓની ભલામણો અને ત્યારબાદ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિની આખરી ભલામણ બાદ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી કુલ 40 ઉત્કૃષ્ટ શિક્ષકો પસંદ કરાયા છે. આ તમામ શિક્ષકોને સન્માનિત કરાશે.

કયા વિભાગમાંથી કેટલાં શિક્ષકોની પસંદગી?

  • પ્રાથમિક વિભાગ: કુલ 18 શિક્ષકો (ઉત્તર ઝોન-5, મધ્ય ઝોન-5, દક્ષિણ ઝોન-3, સૌરાષ્ટ્ર ઝોન-5)
  • માધ્યમિક વિભાગ: કુલ 8 શિક્ષકો (ઉત્તર-2, મધ્ય-2, દક્ષિણ-2, સૌરાષ્ટ્ર-૨)
  • ઉચ્ચતર માધ્યમિક વિભાગ: 3 શિક્ષકો (ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી 1-1)
  • આચાર્ય (મા./ઉ.મા.): 7 આચાર્યઓ (ઉત્તર-2, મધ્ય-2, દક્ષિણ-2, સૌરાષ્ટ્ર-1)
  • એચ.ટાટ. (મુખ્ય શિક્ષક): 3 શિક્ષકો (ઉત્તર, મધ્ય, દક્ષિણ ઝોનમાંથી 1-1)
  • સી.આર.સી. કો-ઓર્ડિનેટર: સૌરાષ્ટ્ર ઝોનમાંથી 1 પ્રતિનિધિ

જુઓ યાદી

image.png
image.png
image.png