Get The App

શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર મનીષા સહિતના આરોપી 3 માસથી હતા ફરાર

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
Honeytrap Case

Shinor Honeytrap Case: વડોદરાના શિનોર પોલીસ મથકે ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ શિનોરના ખેડૂતે 9 આરોપીઓ સામે રૂપિયા 75,75,550 બ્લેકમેલિંગ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન બે આરોપી અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન ₹4,18,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પછી આરોપી આશિક સિકંદર પઠાણ જેના હાથે આ તમામ રૂપિયા અપાયા હતા, તેની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન 14 લાખનો રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોથા આરોપી આશિક પઠાણનો પુત્ર અશફાક પઠાણના રિમાન્ડ પુરા થતાં જામીન પર મુક્ત કરાયો હતો. 

શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ

આ દરમિયાન તપાસમાં સામે આવેલા અન્ય મુખ્ય આરોપી શૈલેષ વસાવાને LCB પોલીસે ઝડપી શિનોર પોલીસને સોંપ્યો હતો. રિમાન્ડ દરમિયાન શૈલેશ વસાવા પાસેથી ₹2,13,000ની લકી, રૂપિયા 5 લાખની ગાડી, ₹40,000 રોકડા તથા 3 લાખના ઘરેણા સીઝ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી કુલ રૂપિયા 28,68,000 રીકવર થયો છે. 

આરોપીના રિમાન્ડ દરમિયાન ખુલેલા અન્ય પાંચ આરોપીઓમાં આકાશ વસાવા (મનીષાનો બનેવી), પ્રકાશ વસાવા (સહેલીનો પતિ), હરદીપસિંહ ધરીયા (મનીષાનો ભાઈ), નિશાબહેન વસાવા (મનીષાની સહેલી), લક્ષ્મીબહેન ઠાકોર પટેલ (મનીષાની માતા) શિનોર પોલીસે ઝડપી પાડી ₹16,500નો મુદ્દામાલ અને એક મોબાઈલ જપ્ત કર્યો છે. 

આ પણ વાંચો: વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ

પરંતુ ત્રણ માસને ત્રણ દિવસ થયા હોવા છતાં મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબહેન વસાવા, રાજપારડી તથા આશિકનો ભાઈ અહેમદ જેને રૂપિયા 8 લાખ લીધેલા, માલસર માંડવા વચ્ચે આવેલા મહારાજનું મકાન ગુનામાં સામેલ હોય તે મહારાજ, અન્ય એક લંગડો અને આશિકની અલ્ટો ગાડી, ત્રણ માસ થયા છતાં પકડવાના બાકી હતા. આ દરમિયાન શિનોર પોલીસે મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબહેન વસાવા રાજ પારડી, તથા અહેમદ પઠાણને ઝડપી પાડ્યા છે.