For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'તો 25 લાખ સુધીની ગ્રાન્ટ આપીશ..' કોંગ્રેસને જનસમર્થન મળતાં શંકર ચૌધરીનું મતદારોને પ્રલોભન

Updated: May 2nd, 2024

'તો 25 લાખ સુધીની ગ્રાન્ટ આપીશ..' કોંગ્રેસને જનસમર્થન મળતાં શંકર ચૌધરીનું મતદારોને પ્રલોભન

Lok Sabha Elections 2024: બંધારણિય હોદ્દા પર હોવા છતાંય શંકર ચૌધરી (Shankar Chowdhury) બિન્દાસપણે ભાજપનો પ્રચાર કરવા ગામડે ગામડે ફરી રહ્યા છે. તેમાંય આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જોરદાર ટક્કર આપી રહ્યા છે ત્યારે શંકર ચૌધરીની રાજકીય ઇજ્જત દાવ પર લાગી છે. આ જોતાં શંકર ચૌધરી પોતાના મતવિસ્તારમાં મતદારોને લાલચ આપી રહ્યા છેકે, જે ગામમાં વધુ મતદાન થશે તે ગામને ઈનામ પેટે રૂપિયા 25 લાખ સુધી ધારાસભ્યની ગ્રાન્ટ આપીશ.

બનાસકાંઠામાં આશર્યજનક પરિણામ આવે તો નવાઈ નહીં

ક્ષત્રિય આંદોલનને કારણે મતદાન પર અસર થઇ શકે છે તેનુ કારણ છેકે , બનાસકાંઠા (Banaskantha)માં ય ક્ષત્રિય મતદારો અસરકારક પરિબળ સાબિત થઈ શકે છે તેમાંય કોંગ્રેસ (Congress)ને ક્ષત્રિયો ટેકો આપી રહ્યા છે. અત્યાર સુધી ભાજપ (BJP)ને એમ હતુંકે, બનાસકાંઠામાં ભાજપ પાંચ લાખની વધુ માર્જીનથી જીત હાંસલ કરશે પણ વર્તમાન ચિત્ર એવુ ઉપસ્યુ છેકે, ભારે લીડ તો ઠીક પણ આશર્યજનક પરિણામ આવે તો નવાઈ નહીં. 

ભાજપના નેતાઓને પ્રચારમાં આંખે પાણી આવ્યુ

આ સ્થિતી સર્જાતા હવે બનાસકાંઠાના ભાજપના નેતાઓને પ્રચારમાં આંખે પાણી આવ્યુ છે. થરાદ પંથકમાં એક સામાજીક પ્રસંગ વખતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગ્રામજનોને એવી જાહેરાત કરીકે, જે ગામમાં સૌથી વધુ મતદાન થશે તેને રૂપિયા 25 લાખ ધારાસભ્યની ગ્રાન્ટ આપીશ. થરાદ તાલુકાના 125 ગામડાઓ પૈકી વધુ મતદાન કરનારાંને રૂપિયા 5 લાખ સુધીની ગ્રાન્ટ આપવા જણાવ્યુ હતું. તેમણે ત્યાં સુધી કહ્યું કે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિકાસના કામો કરવા હોય તે ગ્રામજનો નક્કી કરશે.

Article Content Image

Gujarat