જિલ્લાના ઇવીએમ રાખવામાં આવેલા વેરહાઉસની સુરક્ષા તપાસવામાં આવી

વાવોલ સ્થિત વેરહાઉસનું દર મહિને નિયમિત ચેકિંગ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા ઝુંબેશ સ્વરૂપે શરૂ થતા જિલ્લા વહિવટી તંત્ર હવે ઇલેક્ટ્રોલ મોડમાં
આગામી તા.૪ નવેમ્બરથી તા.૪ ડિસેમ્બર સુધી બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાથી જિલ્લાનો સ્ટાફ પૂર્ણ ચૂંટણી મોડ હોય તેમ લાગી રહ્યું છે.સાથે જ, ઈવીએમની તૈયારીઓ પણ ઝડપથી આગળ વધી રહી છે, જે નિષ્પક્ષ ચૂંટણીની દિશામાં મહત્વનું પગલું છે.એસઆઈઆર પ્રક્રિયા ૨૦૦૨ની મતદાર યાદીને આધારે કરવામાં આવશે, જેનાથી મૃતક, સ્થળાંતરિત કે ડુપ્લિકેટ મતદારોને દૂર કરી યાદીને વધુ સચોટ બનાવાશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં ૧૩.૮૯ લાખ મતદારોની આ ચકાસણીથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત તા. ૨૯ ઓક્ટોબરના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મેહુલ દવેએ વાવોલ ખાતે આવેલા ઈવીએમના ડેડીકેટેડ વેરહાઉસની બાહ્ય ચકાસણી કરી હતી.








