For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આધારકાર્ડ કઢાવવા માટેના ફોર્મમાં મહિલા કોર્પોરેટરનો બોગસ સ્ટેમ્પ મારવાનું કૌભાંડ પકડાયું

Updated: Jan 25th, 2023

Article Content Image

અમદાવાદ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

નવું આધારકાર્ડ કઢાવવા કે તેમાં સુધારા વધારા કરવા માટે ભરવામાં આવતા ફોર્મમાં વાડજના મહિલા કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ મારી ખોટી સહી કરવાનું રેકેટ ઝડપાયું હતું. સી.જી.રોડ નવરંગપુરા ખાતે આવેલા સીએચસી સેન્ટરના કર્મચારીને શંકા જતા કૌભાંડ ઝડપાયું હતું. આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

જુહાપુરાની મહિલા સહિત બે આરોપી સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો 

નવા વાડજમાં રહેતાં વાડજના મહિલા કોર્પોરેટર ભાવનાબહેન  હસમુખભાઈ વાઘેલા (ઉં,૫૪)એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે જુહાપુરામાં અંબર ટાવર પાસે રહેતી મનિષા મહંમદઅયુબ શેખ અને દુર્ગા પ્રસાદ યાદવ  વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ મહિલા આરોપી મનિષાએ રૂપલબહેન નામની મહિલાનું નવું આધાર કાર્ડ કાઢવાનું ફોર્મ દુર્ગાપ્રસાદને આપતા તેણે ફોર્મમાં  મહિલા કોર્પોરેટર ભાવનાબહેન વાઘેલાની ખોટી સહી કરી તેમજ તેઓનો બોગસ સીક્કો માર્યો હતો. સેટેલાઈટના સોમેશ્વર કોમ્પ્લેક્સમાં એસ.એમ.ડીઝીટલ સેવા નામની ઓફિસમાં મનિષા બેસતી હતી. મહિલા કોર્પોરેટર ભાવનાબહેનને સીએસસી સેન્ટરના કર્મચારીએ સિક્કો બોગસ હોવાની જાણ કરતા તેઓએ મનિષાની ઓફિસે જઈ પૂછપરછ કરી હતી. જેમાં આધારા કાર્ડ કઢાવવાના ફોર્મમાં આરોપીઓએ ફરિયાદી કોર્પોરેટરની જાણ બહાર તેઓની ખોટી સહી અને ખોટા સ્ટેમ્પ મારી આર્થિક લાભ લેવા ગુનાઈત કૃત્ય આચરતા હોવાનો પર્દાફાશ થયો હતો. 

Gujarat