Get The App

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 1 - image


Salangpurdham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવારે (25 ઓક્ટોબર) મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઊમટી પડ્યા હતા. આ પ્રસંગે દાદાનો શણગાર અને વાઘા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હનુમાનજીને આજે ભારતની વિવિધ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારી સ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાદાનું સિંહાસન 10, 20, 50, 100, 200 અને 500ની નોટોથી શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નળ સરોવરમાં બોટિંગ બંધ: પ્રવાસીઓને 'વીલા મોઢે' પાછા ફરવાનો વારો, સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 2 - image

વૃંદાવનમાં પ્યોર સિલ્કના વાઘા

આજના શણગારમાં દાદાને વૃંદાવનના ખાસ પાંચ દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વિશેષ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે અને તેના પર સુંદર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા, NRI સહિત 15થી વધુની ધરપકડ

આરતીનો લ્હાવો લેવા માટે આજે શનિવારે દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું.

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 3 - image

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 4 - image

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 5 - image

Video: કારતક માસના પહેલાં શનિવારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર! ચલણી નોટોથી કરાયો 'દાદા'નો શણગાર 6 - image

Tags :