સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર
Salangpur Dham Ganesh Mahotsav: સાળંગપુર ધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બુધવારે (27 ઓગસ્ટ) શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકા થતી પડદા, બેડશીટ્સ અને તૈયાર કાપડાની નિકાસ આજથી સાવ બંધ
ગણપતિની કરાઈ પૂજા-અર્ચના
બુધવારે વહેલી સવારે 9 વાગ્યે શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજન બાદ, આરતી કરવામાં આવી હતી. ભક્તોએ આ દિવ્ય અને અનેરા દર્શનનો લાભ લીધો હતો.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો
હનુમાનજીને ગણેશજીની થીમવાળો કરાયો શણગાર
આજના શણગાર વિશે વાત કરતા પૂજારીએ જણાવ્યું કે, 'આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે. હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે.'