Get The App

સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સાબરમતીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપની બચાવ કામગીરી, નદીનો નજારો જોવા ઉમટી ભીડ 1 - image

Image: DD News



Sabarmati Riverfront Snakes Recued: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીમાં ભારે ઉફાન જોવા મળી રહ્યું છે. પાણીનું લેવલ વધતાં વોક વે પર પણ પાણી ફરી વળ્યા છે. આ સિવાય પાણીમાં રહેતાં અનેક સાપ પણ બહાર આવતાં જોવા મળી રહ્યા છે. 

100 જેટલા સાપની બચાવ કામગીરી 

પાણીમાં સાપ આવી જતાં લોકોના ટોળા તે જોવા માટે ઉમટી પડ્યા છે. જોકે, આ સાપો દ્વારા કોઈ જાનહાનિ ન સર્જાય તેના માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિઅર તૈનાત કરવામાં આવ્યા છે, જે આ સાપોની બચાવ કામગીરી કરે છે. આ રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 100 જેટલા સાપ પકડવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી 250થી વધુ સાપ પાણીમાં દેખાયા હતા, જે વહેણ મારફતે સાબરમતી નદીમાં આવી ગયા હતા. 

આ પણ વાંચોઃ અમદાવાદીઓ ઍલર્ટ રહેજો! આજે સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ

નોંધનીય છે કે, સાબરમતીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદી જોખમી બની છે. આ સિવાય આ પાણી રિવર ફ્રન્ટના વોક વે સુધી પહોંચી ગયું છે. રિવર ફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ, રિવર ફ્રન્ટ વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઈ લોકો નદીની આસપાસ કે, વોક-વે પર જઈ શકશે નહીં. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઇ ઍલર્ટ કરવામાં આવ્યા છે.  

આ પણ વાંચોઃ ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન

પાણીની સારી આવક

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.


Tags :