Gujarat

સાબરકાંઠા: ઈડરમાં 'સફેદ' દૂધનો 'કાળો' કારોબાર: 200 લિટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતું વધુ એક કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે ઝડપી પાડ્યું છે. ઈડર તાલુકાના શિંગા ગામે દરોડો પાડીને પોલીસે સોયા ઓઈલ અને વિવિધ પાઉડરના મિશ્રણથી બનાવટી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી 200 લિટર નકલી દૂધનો જથ્થો જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: ઈડરમાં 'સફેદ' દૂધનો 'કાળો' કારોબાર: 200 લિટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતું વધુ એક કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે ઝડપી પાડ્યું છે. ઈડર તાલુકાના શિંગા ગામે દરોડો પાડીને પોલીસે સોયા ઓઈલ અને વિવિધ પાઉડરના મિશ્રણથી બનાવટી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી 200 લિટર નકલી દૂધનો જથ્થો જપ્ત કર્યો છે.

સાબરકાંઠા SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શીંગા ગામના રામજી મંદિર પાસે પટેલ ફળીમાં રહેતો અશ્વિનકુમાર શર્મા પોતાના ઘરમાં જ બનાવટી દૂધ બનાવી રહ્યો હતો. આ હકીકતના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, હિંમતનગરની ટીમને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડ્યો હતો.

તેલ અને પાવડરમાંથી બનતું હતું દૂધ 

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી અશ્વિનકુમાર સુનીલભાઈ શર્મા  દૂધમાં મિલાવટ કરવાને બદલે કેમિકલ અને પાઉડરનો ઉપયોગ કરી આખેઆખું બનાવટી દૂધ જ તૈયાર કરતો હતો. સ્થળ પરથી પોલીસે 200 લિટર બનાવટી દૂધ, 5 લિટર સોયા તેલ, 10 કિલો વે પાવડર, 2 કિલો મેલ્ટ્રો ડેક્સિન પાવડર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દૂધ બનાવવા માટેના મિક્સર મશીન, બરણી, અને ઈલેક્ટ્રીક કાંટો પણ મળી આવ્યા છે.

આરોપીની ધરપકડ અને કાર્યવાહી લોકોના આરોગ્ય સાથે રમત રમનાર આરોપી અશ્વિનકુમાર શર્માની પોલીસે અટકાયત કરી છે. તેની સામે જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નકલી દૂધનો જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.