Gujarat

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય', જાણો મામલો

By GS TEAM
30 Nov 20251 min read
TukuTouch Logo
કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરી હતી. જોકે, હવે ફૈઝલે ફેરવી તોળ્યું છે અને કહ્યું કે, 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય', જાણો મામલો

Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરી હતી. જોકે, હવે ફૈઝલે ફેરવી તોળ્યું છે અને કહ્યું કે, 'હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.'

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું હતું કે, 'હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ 'કોંગ્રેસ (AP)' હશે. મારી બહેન મુમતાઝ પટેલ પણ આ ગ્રૂપમાં જોડાઈ શકે છે.'


આ પણ વાંચો: હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો

કોંગ્રેસ સાથે છેડો ફાડી અલગ ગ્રુપ બનાવવા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ફૈઝલે ફેરવી તોળ્યું છે. ફૈઝલે કહ્યું કે, 'હવે નવી પાર્ટી નહીં બનાવું. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે. લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી. ' ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી AAP અને BJPમાં જોડાઈ ગયા હતા. ફૈઝલે જણાવ્યું હતુ કે, 'કાર્યકર્તા ઈચ્છે છે કે અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી લડે. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું'