Gujarat

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા

By GS TEAM
29 Nov 20251 min read
નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા

અમદાવાદ, શનિવાર

નિકોલ પોલીસ સ્ટેશન સામે આવેલા પાન પાર્લરના તાળા તોડીને અજાણી વ્યક્તિએ રોકડા રૃપિયા બે લાખની ચોરી કરી હતી. નિકોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મધરાતે અજાણી વ્યક્તિએ શટરના તાળા તોડી હાથ સાફ કર્યો ઃ પોલીસે સીસીટીવી  ફૂટેજ આધારે તપાસ શરુ કરી

મૂળ જુનાગઢના વતની અને નિકોલમાં રહેતા અને નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લર ધરાવતા આધેડે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી બે વ્યકિત સામે ફરિયાદ નોેધાવી છે કે તેમની દુકાનમાં મિત્રએ તેમને રૃા. ૧.૮૪ લાખ રાખવા આપ્યા હતા જે સહિત ડ્રોઅરમાં રૃપિયા બે લાખ રોકડા હતા.

તા. ૨૬નો રોજ રાતે પાન પાર્લરને તાળા મારીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે ખબર પડી હતી કે  અજાણી વ્યકિતએ પાન પાર્લરના તાળા તોડીને અજાણી વ્યક્તિએ રોકડા રૃપિયા બે લાખની ચોરી કરી હતી.