RTEમાં આજથી બીજો રાઉન્ડઃ પ્રવેશ વંચિતોને મળશે શાળા પુનઃપસંદગીની તક, 13 હજાર બેઠકો ખાલી
Gujarat News: RTE (રાઇટ ટુ એજ્યુકેશન)માં પ્રવેશ માટેની સરકારની ઓનલાઆઈન કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ બીજો રાઉન્ડ જાહેર કરી દેવામા આવ્યો છે. જે મુજબ આજે (15 મે)થી વાલીઓ શાળા પસંદગી કરી શકશે.પરંતુ અગાઉ પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ મળ્યો નથી તેઓના વાલીઓને જ બીજા રાઉન્ડમાં શાળાની પુનઃ પસંદગીની તક મળશે.
આ પણ વાંચોઃ મ્યુનિ.કમિશનરનો આદેશ, પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન નહીં કરાવનારા માટે કડક નિતી બનાવો
ગુરૂવારથી શનિવાર સુધી કરી શકાશે શાળાની પુનઃપસંદગી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં 25 ટકા બેઠકો પર નિઃશુલ્ક પ્રવેશ માટેની સરકારની 2025-26 માટેની ઓનલાઈન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ બાદ હાલ 13400થી વધુ બેઠકો ખાલી પડી છે. જેમાં અગાઉ એલોટેન્ટ સમયની અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ ન થયા હોય તે સાથેની બેઠકો છે. આ ખાલી બેઠકો માટે હવે ગુરૂવાર (15 મે)થી બીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં શનિવાર (17 મે) સુધી શાળાની પુનઃ પસંદગી થઈ શકશે. RTEના પોર્ટલ પર જઈને શાળાઓની પુનઃ પસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાની પુનઃ પસંદગી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ વઢવાણના યુવાનને પૈસાની ઉઘરાણીમાં કેનાલમાં ધક્કો આપી મારી નાખવાનો પ્રસાય
શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ બનટ પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. RTEના પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેવા જ વિદ્યાર્થીઓને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી ખાનગી શાળાની પુન:પસંદગી કરવાની તક મળશે. જે વિદ્યાર્થીઓના વાલી શાળાઓની પુનઃપસંદગી કરવા ન માંગતા હોય તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળાને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા થશે.